સ્વચ્છતા પર નિબંધ Essay on Cleanliness in Gujarati આ નિબંધ અમે તમને અલગ અલગ શબ્દો માં લખી આપનાર છીએ. તમે આમાંથી કોઇપણ નિબંધ તમારી પરિક્ષા માં વાપરી શકાય છે.
જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે!
સ્વચ્છતા પર નિબંધ ૧૦ લાઈન મા Cleanliness 10 Lines Essay in Gujarati
Set 1 is Helpful for Students of Classes 1, 2, 3 and 4.
- આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે . જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા
- ગાંધીજીએ તો આગળ વધીને ‘ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ‘ એવું સૂત્ર આપ્યું .
- આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે
- ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ .
- ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ .
- કચરાના ઢગલામાંથી દુર્ગધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે .
- સફાઈ નાં હોય તો તેનાથી રોગચાળો ફેલાય છે .
- બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.
- ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ
- સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે.
સ્વચ્છતા પર નિબંધ 100 શબ્દ મા Essay on Cleanliness in Gujarati (100 Words)
Set 2 is Helpful for Students of Classes 3 and 8.
આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે . જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા . જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા , જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા , જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ . ગાંધીજીએ તો આગળ વધીને ‘ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ‘ એવું સૂત્ર આપ્યું .
સ્વચ્છ હોય, તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.
લોકોના સ્વાસ્થ્ય પર, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી
આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં પ્રસારમાધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. શાળાના શિક્ષણકાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક શાળાના સફાઈ-કાર્યક્રમમાં જોડાય
સ્વચ્છતા પર નિબંધ 600 શબ્દ મા Essay on Cleanliness in Gujarati (600 Words)
Set 3 is Helpful for Students of Classes 9 and 10.
“જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.”
સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે!
આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ, કપડાં વગેરે સ્વચ્છ હોવાં જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચરચીલું હોય પણ હોવું જોઈએ
આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે . જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા . જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા , જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા , જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ . ગાંધીજીએ તો આગળ વધીને ‘ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ‘ એવું સૂત્ર આપ્યું .
સ્વચ્છ હોય, તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.
ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો ફૂલેફાલે છે. લોકોનાં શરીર, કપડાં અને ઘર પણ ઘણાં ગંદાં હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂપડ પટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે. ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા હોય છે અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે.
શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે . સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે . આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે .
જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે . આપણે આપણા ઘરનાં બારીબારણાં , ભોંયતળિયું , છત , દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ . ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી . ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ . ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ . કચરાના ઢગલામાંથી દુર્ગધ પ્રસરે છે અને જેતુઓ ઉત્પન્ન થાય છે . તેનાથી રોગચાળો ફેલાય છે . બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.
ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું . તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા . આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા . એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે . એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે.
સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે . તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે . અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે . સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકાર પણ એટલો જ જરૂરી છે . લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય .
અમેરિકામાં એક વાર ફળના કરડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા . આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી . સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાથ્યની યોગ્ય જાળવણી થઈ શકે
આપણી સરકાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે . આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે , સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ . સફાઈ ઝુંબેશ દ્વારા તેમજ ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે .
સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે.
તો મિત્રો સ્વચ્છતા પર નિબંધ Essay on Svachchhata in Gujarati આ નિબંધ તમને ગમ્યું જ હશે તો તમારા મિત્રોને પણ આ નિબંધો મોકલો ધન્યવાદ!!