માતૃપ્રેમ વિશે નિબંધ Mothers Love Essay in Gujarati

માતૃપ્રેમ વિશે નિબંધ Mothers Love Essay in Gujarati આ નિબંધ અમે તમને અલગ અલગ શબ્દો માં લખી આપનાર છીએ. તમે આમાંથી કોઇપણ નિબંધ તમારી પરિક્ષા માં વાપરી શકાય છે

વેદમંત્રોમાં માતા-પિતા ગુરુ અને અતિથિઓને દેવ ગણવામાં આવ્યા છે એમાં પણ સૌથી પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે તેને અનુસરીને આજે પણ આપને માતૃદેવો એ સૂત્રને ભૂલી શક્યા નથી આ સંસારમાં આપના સો સગા હશે પણ એમનો એક પણ સગુ પોતાની માતા તોલે આવી શકે તેમ નહીં.

માતૃપ્રેમ વિશે નિબંધ Mothers Love Essay in Gujarati

માતૃપ્રેમ પર નિબંધ ૧૦ લાઈન માં Mothers Love 10 Lines on Essay in Gujarati

Set 1 is Helpful for Students of Classes 1, 2, 3 and 4.

  1. મને વહાલા માં વહાલી મારી મા છે
  2. મને મારી મમ્મી સવારે વહેલી જગાડે છે
  3. મમ્મી મને સમયસર શાળાએ મોકલે છે
  4. મારી મમ્મી મને પાસે બેસાડીને નિશાળે નું લેસન કરાવે છે
  5. મારી મમ્મી મને ભાવતી વાનગીઓ બનાવે ભરાવીને જમાડે છે
  6. મારી મમ્મી મારા માટે રમકડા લાવે છે
  7. મારી મમ્મી મને રોજ જે વાર્તા કહે છે
  8. મારી મમ્મીને હું કવિતા ગાયને સંભળાવું છું
  9. મારી મમ્મી મને બધાની વાતો પણ કહે છે
  10. હું મારી મમ્મીને ખૂબ ચાહું છું

માતૃપ્રેમ પર નિબંધ 100 શબ્દ માં Mothers Love Essay in Gujarati (100 Words)

Set 2 is Helpful for Students of Classes 5, 6, 7 and 8.

માતાનો દરજ્જે જગતમાં સૌથી ઊંચો છે. માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે. પ્રસૂતિની અસહ્ય પીડા મા જ સહન કરે છે. મા બાળકની સતત સંભાળ રાખે છે.

બાળક પથારી ભીની કરે તો મા ભીનામાં સૂઈ જાય છે પરંતુ બાળકને તે કોરામાં સુવડાવે છે. બાળક બીમાર પડી જાય ત્યારે તે રાતદિવસના ઉજાગરા વેઠીને પોતાના બાળકની સેવા કરે છે. મા પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે. તે બાળકને ભાવતી વાનગીઓ બનાવી આપે છે.

માતા બાળકને જન્મ આપે છે અને તેનું પાલન પોષણ કરે છે,
તે જરૂરી બધી જ વસ્તુઓ તેને લાવી આપે છે.પોતાનું બાળક ની તે કાળજી રાખે છે બાળક માંદો પડે ત્યારે માતા દિવસને બાળકને સેવા કરે છે .આ પોતાના સંતાનોને સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે માં બાળકને એક જ આશીર્વાદ આપે છે – ” મારું બાળક સુખી થાય ”

બાળક ક્યારે રડે છે.તોફાન કરે છે મને હેરાન કરે છે.તો મને એની પ્રેમથી સમજાય છે ,ક્યારેક તો તેને શિક્ષા પણ કરે છે. તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે આનંદ અનહદ હોય છે.

ગરીબ માં પેટે પાટા બાંધીને બાળકને સારી રીતે ઉછળે છે.
માતા નાં આપના પર અનેક ઉપકાર છે


માતૃપ્રેમ પર નિબંધ 200 શબ્દ માં Mothers Love Essay in Gujarati (200 Words)

Set 3 is Helpful for Students of Classes 9 and 10

“જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ.” મા બાળકને જન્મ આપે છે અને તેનું પાલનપોષણ કરે છે. તે બાળકને

નવડાવે, ખવડાવે અને તેને નવાં-નવાં કપડાં પહેરાવે છે. તે બાળકને અઢળક વહાલ કરે છે. તે જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે. તે તેને ફરવા લઈ જાય છે. પોતાનું બાળક સારું ભણે તેની તે કાળજી રાખે છે. તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે. બાળક માંદું પડે ત્યારે મા રાતદિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે. મા પોતાનાં સંતાનોની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે. એની એક જ ઇચ્છા હોય છે કે, ‘મારું બાળક સુખી થાય.’

બાળક ક્યારેક રડે, તોફાન કરે, માને પજવે, કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે મા તેને પ્રેમથી સમજાવે છે. ક્યારેક મા તેને શિક્ષા પણ કરે છે. તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે.

ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે. મા બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે છે. એટલે જ એક સંસ્કારી મા સો શિક્ષકો કરતાં પણ ચડિયાતી છે, એમ કહેવાયું છે. માતાની કેળવણીનો મહિમા ગાતાં એક કવિએ કહ્યું છે : ‘જે કર (હાથ) ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.’

ગરીબ મા પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે. મા પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી.

મારા અપના પર અનેક ઉપર થી આપને તેનો બદલો વાળી શકીએ નહિ मातृदेवो भव


માતૃપ્રેમ પર નિબંધ 300 શબ્દ માં Mothers Love Essay in Gujarati (300 Words)

Set 4 is Helpful for Students of Classes 10,11 and competitive exams

વેદમંત્રોમાં માતા-પિતા ગુરુ અને અતિથિઓને દેવ ગણવામાં આવ્યા છે એમાં પણ સૌથી પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે તેને અનુસરીને આજે પણ આપને માતૃદેવો એ સૂત્રને ભૂલી શક્યા નથી આ સંસારમાં આપના સો સગા હશે પણ એમનો એક પણ સગુ પોતાની માતા તોલે આવી શકે તેમ નહીં.

માતાના પ્રેમની કોઈ કિંમત નથી માતા પ્રેમ અને દયા ની મૂર્ત સ્વરૂપ છે એક માતા હંમેશાં તેના બાળકોને આધીન જીવવા માટે માંગે છે તેની તેના નાના છોકરાઓની ખુશી માટે પોતાનું જીવન બલિદાન આપ્યું છે માતાજી પણ આપી શકે છે તે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ આપી શકે છે માતા આપણને આ દુનિયામાં લાવે છે એટલું જ નહીં પરંતુ આપણને જન્મ આપવાની સાથે માતા પણ આપનું ધ્યાન રાખે છે માતાનો તેના બાળક સાથે જે સંબંધ છે તે વિશ્વનો શ્રેષ્ઠ ધન બંધ છે

માતા અને કષ્ટો વેઠી ને બાળકને જન્મ આપે છે ત્યાર પછી એ અનેક ગણા વધુ વેઠીને તેને ઉછળે છે માતા પોતાના બાળકને સતત કાળજી રાખે છે બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સુવા સુકવામાં સુવાળે છે અને પોતે ભીનામાં સૂઈ જાય છે આમ મા બાળકના જીવનમાં થઈ જાય છે બાળકના અભ્યાસમાં માં જ સૌથી વધુ ધ્યાન આપે છે

માતાને એક સંતાન હોય કે આઠ પરંતુ માનવ પ્રેમ બધા માટે સરખો જ રહે છે વળી બાળક અંઘ – અપંગ હોય કે બેરુ મૂંગુ હોય મંદબુદ્ધિનું હોય કે તેજસ્વી પરંતુ માતા નાં પ્રેમમાં કઈ ફરક પડતો નથી વળી માતૃપ્રેમ માત્ર મનુષ્યની જાતિમાં જ જોવા મળે છે તેવું નથી પક્ષીઓને પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચાને ચાહે છે

અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનો ઘડતર કરનાર મહાને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી એને તો એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમના બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું થયું કેવી વેદના અનુભવતો હશે માનવ રૂન આપને ક્યારેક જ ભરપાઈ કરી શકીએ તેમ નથી આથી જ કોઈ કવિએ કહ્યું છે

આપી દઉં સો જનમ
એવડું મા તુજે લેહનું

તો મિત્રો “માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati” આ નિબંધ તમને ગમ્યું જ હશે તો તમારા મિત્રોને પણ આ નિબંધો મોકલો ધન્યવાદ!!